રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ૨૦૨૪ના અતિવૃષ્ટિ પેકેજમાં અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના ખેડૂતો સાથે ઘોર અન્યાય થયો હોવાનો આક્ષેપ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ટીકુભાઈ વરૂએ કર્યો છે. તેમણે જણાવ્યું કે, જ્યાં અન્ય તાલુકાના તમામ ગામોને સહાય આપવામાં આવી છે, ત્યાં રાજુલાના માત્ર ૨૦ અને જાફરાબાદના ફક્ત ૧૦ ગામોને જ આ પેકેજનો લાભ મળ્યો છે, જે ભાજપ સરકારના મતલબી રાજકારણનો સ્પષ્ટ સંકેત છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે, રાજુલા-જાફરાબાદના ખેડૂતોના હક્ક માટે તીવ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.