મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ધોધમાર વરસાદને પગલે સુવા ગામમાં પ્રવેશવાના બંને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં ગામનો સંપર્ક કપાઈ ગયો છે. ભારે વરસાદના કારણે ગામમાં ચિંતા વધતાં વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.સુવા ગામમાં પાણીનો પ્રવાહ વધતાં નાયક ફળિયામાં રહેતા ૨૮ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આઠ મકાનોમાંથી લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ગામમાં પ્રવેશવાના માર્ગ પર બેરીકેટિંગ કરી અવરજવર અટકાવવામાં આવી છે અને સ્થિતિ પર વહીવટી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.ભારે વરસાદ વચ્ચે સુવા ગામમાં વડોદરાથી આવેલા આશરે ૧૦૦ લોકો પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે. પાણીના પ્રવાહ અને માર્ગો બંધ થતાં તેમને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. રેસ્ક્યુ ટીમો દ્વારા પરિÂસ્થતિનું મૂલ્યાંકન કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
મહીસાગર જિલ્લામાં માત્ર સુવા ગામ જ નહીં, પરંતુ વાવીયાના મુવાડા, સાત તલાવ અને રામવાટા ગામમાં પણ ભારે વરસાદની અસર જાવા મળી છે. પાણી ભરાવાને કારણે આ ગામોનો પણ સંપર્ક પ્રભાવિત થયો છે. ત્રણેય ગામોમાં મળીને આશરે ૮૦૦ લોકોની અવરજવર પર અસર પડી છે. વહીવટી તંત્રની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિÂસ્થતિનો તાગ મેળવ્યો છે.રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર વધુ સતર્ક બન્યું છે. હવામાન વિભાગે મહીસાગર, પંચમહાલ અને દાહોદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.અરવલ્લી, છોટાઉદેપુર અને નર્મદા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્્યતા છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ લો પ્રેશરની અસરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જાર જાવા મળી શકે છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને નદી-નાળા, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં તકેદારી રાખવાની જરૂરિયાત છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ વરસાદ સામાન્ય કરતાં આશરે ૩ ટકા વધુ નોંધાયો છે. જાકે સૌરાષ્ટÙ અને કચ્છમાં સ્થિતિ અલગ છે. અહીં સામાન્ય સરેરાશની સરખામણીએ આશરે ૨૧ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સક્રિયતા યથાવત છે.મહીસાગર સહિત ભારે વરસાદની આગાહી ધરાવતા જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. પાણી ભરાયેલા રસ્તાઓ, કોઝવે અને નદી-નાળાના પ્રવાહને પાર કરવાનો પ્રયાસ ન કરવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તારો માટે ભારે વરસાદની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહેશે.