બગસરાના બી. વી. ધાણક આર્ટસ, કોમર્સ, સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજ, બગસરાના ગુજરાતી વિભાગ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૩૦મી જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને મેઘાણીના જીવન, સાહિત્યસર્જન અને રાષ્ટ્રપ્રેમથી પરિચિત કરાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મંત્રોચ્ચારથી થઈ હતી. પ્રિન્સિપાલ ડા. એસ. ડી. મોરીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. ડા. એચ. એલ. વાળાએ મેઘાણીના જીવન અને વ્યક્તિત્વ વિશે વાત કરી હતી. ડા. એચ. વી. ચૌધરીએ તેમના સંશોધન, સંપાદન અને વિવેચનકાર્ય પર પ્રકાશ પાડ્‌યો હતો. વિદ્યાર્થીઓએ મેઘાણીની રચનાઓનું પઠન, કાવ્યગાન અને લોકગીતોની રજૂઆત કરી હતી. ૧૨ વિદ્યાર્થીઓએ મેઘાણીના સાહિત્ય અને લોકસંશોધન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયેલો કાર્યક્રમ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી રહ્યો હતો. અંતે વિભૂતિ ચૌધરીએ આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.