અમરેલીમાં રહેતી એક યુવતિના લગ્ન અમદાવાદમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ સાસરિયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું છે. પતિએ જાપટ મારીને તું લંડન આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને પત્નીને ઘરેથી કાઢી મુકી હતી. આ અંગે ધારાબેન રમેશભાઈ વેકરિયા (ઉ.વ.૩૩)એ અમદાવાદના નિકોલમાં રહેતા પતિ નીશીત સાગરભાઇ પડશાળા, સાસુ પ્રભાબેન સાગરભાઇ પડશાળા તથા સસરા સાગરભાઇ પરસોતમભાઇ પડશાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના લગ્નની તા.૦૬/૦૧/૨૩ થી તા.૦૮/૧૦/૨૦૨૫ દરમ્યાન અમદાવાદ મુકામે તેના પતિ નીશીત સાગરભાઇ પડશાળા, સાસુ પ્રભાબેન તથા સસરા સાગરભાઇએ નાની નાની બાબતોમાં ઘરકામ તેમજ કરીયાવર બાબતે અવારનવાર મેણાટોણા મારી શારીરિક માનસિક દુખત્રાસ અને ગાળો આપી હતી. પતિએ ગાલ ઉપર જાપટ મારી હતી અને કહ્યું હતું કે તું લંડન આવીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી પહેરેલા કપડે ઘરેથી કાઢી મુકી હતી. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી કે સોળીયા વધુ તપાસ કરી રહ્યા છે.






































