કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે શનિવારે જણાવ્યું હતું કે ઈન્ડિયા બ્લોકે ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો છે. આ પત્રમાં સ્પેશિયલ ઇન્તેંસિવ રિવિઝન પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.વિરોધ પક્ષોએ પત્રમાં ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમનો આરોપ છે કે કમિશનની કાર્યવાહી પક્ષપાતી છે. જયરામ રમેશે “મત અને બેઠક ચોરી”નો આરોપ લગાવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી પ્રણાલીમાં જનતાનો વિશ્વાસ ગંભીર રીતે ડગમગી ગયો છે.તેમણે આ મુદ્દાને રામ જન્મભૂમિ દાનની ઉચાપત સાથે પણ જાડ્યો હતો, તેને મત ચોરી, બેઠક ચોરી અને ટ્રિપલ-એન્જિન સરકાર હેઠળ દાનની ચોરીનો કેસ ગણાવ્યો હતો. તેમણે છદ્ગૈં ને જણાવ્યું હતું કે, “આ ‘જીંઇ’ પ્રક્રિયા અને ભારતના ચૂંટણી પંચની પક્ષપાતી કામગીરી અંગેની ચોક્કસ ચિંતાઓને સંબોધે છે. તે આજે થઈ રહેલી મત અને બેઠક ચોરી અને આપણી ચૂંટણી પ્રણાલીમાં જનતાનો એક સમયે અસ્તિત્વમાં રહેલો વિશ્વાસ ગંભીર રીતે ડગમગી ગયો છે તે હકીકત સાથે સંબંધિત છે.”
તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે, “લોકો માને છે કે ચૂંટણી પરિણામો પૂર્વનિર્ધારિત છે.” “આપણું બંધારણ અને આપણી ચૂંટણી પ્રણાલી ખતરામાં છે તેમાં કોઈ શંકા નથી. જા ચૂંટણી પરિણામો પહેલાથી જ નક્કી થઈ ગયા હોય, તો ચૂંટણી કરાવવાનો શું અર્થ છે?” તેમણે આરોપ લગાવ્યો, ‘એવું લાગે છે કે જ્ઞાનેશ કુમાર દંભના રોગથી પીડાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટÙ અને હરિયાણામાં તેમનું વર્તન દર્શાવે છે કે ચૂંટણી પંચ ગૃહમંત્રી અને વડા પ્રધાનના નિર્દેશોનું પાલન કરે છે.’જયરામ રમેશે વધુમાં કહ્યું, ‘બાય ધ વે, અયોધ્યામાં પણ દાનની ચોરી થઈ રહી છે. આ એક ‘ટ્રિપલ એÂન્જન’ સરકાર છે જ્યાં મત ચોરી, સીટ ચોરી અને દાનની ચોરી થાય છે.’આ ટિપ્પણીઓ આમ આદમી પાર્ટી અને ડીએમકે સહિત ઈન્ડિયા બ્લોક પક્ષો, ભારતના ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સવ રિવ્યૂ (એસઆઈઆર) પ્રક્રિયા અને અન્ય ચૂંટણી સંબંધિત મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરવા માટે એકઠા થયા પછી આવી. જૂથે ભારતના મુખ્ય ન્યાયાધીશને સંયુક્ત પત્રમાં પોતાની ચિંતાઓ વ્યક્ત કરી.