ચિતલ-મોણપુર રોડ ઉપર બાવળની કાંટમાંથી ૨૪૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો પકડાયો હતો. પોલીસે આ મામલે રૂ. ૬,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ ઉપરાંત, અન્ય એક બનાવમાં સેંજળ ગામનો યુવક પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતાં ઝડપાઈ ગયો હતો. જ્યારે વાંકિયા ગામેથી પણ ૨ લીટર પીવાનો દેશી દારૂ મળી આવ્યો હતો.




































