લીલીયા તાલુકાના ગુંદરણ ગામે થયેલી ડબલ મર્ડરની ઘટનાને લઈ પોલીસે આરોપીઓને સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્ટ્રકશન કરાવ્યુ હતુ.પ્રાથમિક તપાસમાં તુફાન ગાડી બાબતે થયેલી માથાકૂટમાં ગાડીને સળગાવી બે લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ અંગે લીલીયા પીઆઈ પ્રશાંત રામાણીએ જણાવ્યુ હતું કે જે સ્થળે ઘટના બની હતી
તે સ્થળે હત્યાના આરોપીઓ વિનોદ વરસીંગ ડોડીયાર અને તેનો પિતરાઈ રાજુ ગોરધન ડોડીયાર પાસે ઘટનાનું રિકન્ટ્રકશન કરાવાયુ હતુ તેમજ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે તુફાન ગાડી સળગાવવામાં વપરાયેલ પેટ્રોલનું ખાલી કેન પણ કબજે કર્યુ હતુ.




































