ખેલાડી તરીકે ચમકયા  પછી, ગૌતમ ગંભીર મુખ્ય કોચ તરીકે પણ પોતાને સાબિત કરી રહ્યા છે. ૨૦૨૪ માં ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યા પછી, રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થયો, અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગંભીરને ટીમની જવાબદારી સોંપી.આઇપીએલ ફ્રેન્ચાઇઝ કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે માર્ગદર્શક તરીકે ગંભીરનો કાર્યકાળ ખૂબ જ સફળ રહ્યો, પરંતુ જ્યારથી તેમને રાષ્ટ્રીય  ટીમમાં નિયુક્ત કરવામાં આવ્યા છે, ત્યારથી તેમના નિર્ણયો પર સતત પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે.
ગંભીરે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ પછી મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને પહેલા દિવસથી જ કઠિન નિર્ણયો લઈને પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા. ગંભીર પર પક્ષપાતના આરોપો લાગ્યા અને તેમની નીતિઓ વિશે પ્રશ્નો ઉભા થયા, પરંતુ તેનાથી તેઓ નિરાશ ન થયા અને તેમણે નિયમિતપણે પોતાની ફરજા નિભાવવાનું ચાલુ રાખ્યું. ગંભીરના કાર્યકાળ દરમિયાન, ભારતીય ટેસ્ટ ટીમનું પ્રદર્શન અપેક્ષાઓ પર ખરું ઉતર્યું નથી, અને ટીમ ઘરઆંગણે પણ જીતી શકી નથી, પરંતુ તેમને મર્યાદિત ઓવરના ક્રિકેટમાં સફળતા મળી છે.
રાહુલ દ્રવિડના સફળ કાર્યકાળ પછી ગંભીર આ પદ પર આવ્યા. તેમણે નોંધપાત્ર પડકારોનો સામનો કર્યો. ગંભીરની શૈલી દ્રવિડ કરતા ઘણી અલગ હતી, અને વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓ સાથેના તેમના સંબંધો વિશે ચર્ચાઓ થવા લાગી. થોડા જ સમયમાં, ગંભીરના કાર્યકાળની ટીકા થવા લાગી, અને તેમની શૈલી પર પણ સવાલો ઉભા થયા.
ગંભીરે જુલાઈ ૨૦૧૪ માં ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ગંભીર એવા સમયે આ પદ પર આવ્યા જ્યારે દ્રવિડના કાર્યકાળ દરમિયાન ભારતે ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી૨૦ આંતરરાષ્ટ્રીય  ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, અને ભારતીય ટીમ આ ફોર્મેટમાં પરિવર્તનમાંથી પસાર થઈ રહી હતી. એવું માનવામાં આવતું હતું કે હાર્દિક પંડ્યાને ટી૨૦ ટીમની કમાન સોંપવામાં આવશે, પરંતુ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. આ એક આશ્ચર્યજનક નિર્ણય હતો, પરંતુ ટીમ ઇન્ડિયા માં ગંભીરનો યુગ શરૂ થઈ ચૂક્્યો હતો, અને ગંભીરે સૂર્યકુમારની કેપ્ટનશીપમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ જાડી ટી૨૦માં હિટ રહી છે. એશિયા કપ હોય, દ્વિપક્ષીય શ્રેણી હોય કે હવે ટી૨૦ વર્લ્ડ કપ હોય, તેમના નેતૃત્વ હેઠળ ટીમનું પ્રદર્શન મજબૂત રહ્યું છે.ટીકા અને પક્ષપાતના આરોપો વચ્ચે, ગંભીરે ગયા વર્ષે ટીમ ઇન્ડિયા ને ચેમ્પિયન ટ્રોફીમાં સ્થાન આપ્યું. ભારતે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું. રોહિત શર્માની કેપ્ટનશીપ અને ગંભીરના માર્ગદર્શન હેઠળ, ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન ટ્રોફી જીતી. આ રીતે ગંભીરે કોચ તરીકેની તેમની પહેલી જ આઇસીસી ટુર્નામેન્ટમાં ભારતને વિજય અપાવ્યો.
ગંભીરનાં નેતૃત્વમાં, ટીમે વનડે અને ટી ૨૦ માં મજબૂત પ્રદર્શન કર્યું, પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં ભારતનું પ્રદર્શન સતત ઘટી રહ્યું છે. ગંભીરના નેતૃત્વમાં, ભારતે તેમની પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશને હરાવ્યું. ત્યારબાદ ૨૦૨૪ માં ભારતનો સામનો ન્યુઝીલેન્ડ સાથે થયો. આ ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘરઆંગણે નિરાશાજનક રહ્યું હતું, અને ટીમ લાંબા સમયથી સંઘર્ષ કરી રહી હતી. ત્યારથી તેઓ ઘરઆંગણે એક પણ ટેસ્ટ શ્રેણી હાર્યા નથી. કિવીઓએ ઘરઆંગણે ભારતને ૦-૩થી હરાવ્યું. તે વર્ષે પાછળથી, ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવી દીધી, જેના કારણે તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (૨૦૨૩-૨૦૨૫ ચક્રની ફાઇનલમાં પહોંચી શક્યા  નહીં. ગંભીરના નેતૃત્વમાં, ભારતે ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ૨-૨થી ડ્રો કરી હતી.