અમરેલીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીઝ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ શ્રેણીમાં તા. ૯ ઓગસ્ટના રોજ ચિત્તલ રોડ સ્થિત સરદાર પટેલ રમત સંકુલ ખાતે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સવારે ૬ વાગ્યાથી શરૂ થશે. યોગના સંદેશને જન-જન સુધી પહોંચાડવા અને સ્વસ્થ જીવનશૈલી માટે લોકોને પ્રેરિત કરવાનો આ શિબિરનો મુખ્ય હેતુ છે. શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરો, કોચ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાશે. જિલ્લા વહીવટી તંત્રએ વધુમાં વધુ લોકો યોગ શિબિરમાં ઉપસ્થિત રહી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અપીલ કરી છે.








































