ગોંડલ તાલુકાના ભોજપરા ગામમાં ઘરકંકાસમાં ૨૦ વર્ષીય પુત્રીએ જ પોતાના પિતાના માથામાં ઈંટના ઘા મારી તેમની નિર્મમ હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે.
શરૂઆતમાં પિતાનું મોત અકસ્માતે પડી જવાથી થયું હોવાનું ખપાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પોલીસની સઘન પૂછપરછમાં સમગ્ર હકીકત બહાર આવી હતી.
મૃતકની પત્ની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે આરોપી પુત્રી વિરુધ્ધ બી.એન.એસ.ની કલમ ૧૦૩(૧) હેઠળ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, સુરતમાં પણ આ જ પ્રકારે પારિવારિક વિવાદમાં પિતા-પુત્રીના સંબંધો લોહિયાળ બન્યાની ઘટના નોંધાઈ છે.





































