તાપી જિલ્લાના નિઝર તાલુકાના રાયગઢ નજીક ગમખ્વાર અકસ્માતસર્જાયો છે. ટ્રાવેલ્સ બસ અને વેગનઆર કાર વચ્ચે થયેલી ટક્કરમાં કારમાં સવાર બે યુવકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. આ ઘટનાથી વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.મળતી માહિતી મુજબ, બંને યુવકો સુરતથી લગ્ન પ્રસંગ પતાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રાયગઢ નજીક ટ્રાવેલ્સ અને વેગનઆર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે બંને યુવકોને બચવાની કોઈ તક મળી નહોતી.અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકોની ઓળખ પંડિત દેવરે અને કૃષ્ણ શિરસાઠ તરીકે થઈ છે. બંને મૃતકો મહારાષ્ટ્રના નંદુરબારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે જ બંનેના મોત થતાં તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અકસ્માતની જાણ થતાં નિઝર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ટ્રાવેલ્સ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.સુત્રો મુજબ, અકસ્માતનું સાચું કારણ જાણવા માટે પોલીસ તપાસ ચાલી રહી છે.




































