લાઠીમાં આમ આદમી પાર્ટી દ્વારા વધતી મોંઘવારી અને પ્રદેશ યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકીની ધરપકડના વિરોધમાં પદયાત્રા યોજવામાં આવી હતી. ચાવંડ દરવાજાથી પ્રાંત કચેરી સુધી યોજાયેલી પદયાત્રા બાદ કાર્યકરોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં દૂધ, શાકભાજી, ગેસ, પેટ્રોલ અને ડીઝલ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ અંગે રજૂઆત કરવામાં આવી હતી. મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું હોવાનું જણાવી સરકાર પાસે રાહત આપવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત સરગવા ગામે ગેસ પાઇપલાઇનના મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોને સમર્થન આપવા પહોંચેલા બ્રિજરાજભાઈ સોલંકીની પોલીસ ધરપકડનો વિરોધ કરાયો હતો. ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા અને રજૂઆતો સાંભળવાની માંગ સાથે આપના કાર્યકરો જોડાયા હતા.



































