દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇએ એક સાયબર ઠગાઈના કેસમાં સમયસર ચાર્જશીટ ન કરતાં સીબીઆઈ કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યાં છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ગુજરાતના ત્રણ કેસોની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી, તપાસ એજન્સીએ નિયત સમય મર્યાદામાં ચાર્જશીટ દાખલ ન કરતા આરોપીના ડિફોલ્ટ જામીન મંજૂર થયા હતા. ગાંધીનગરના વૃદ્ધ મહિલા તબીબ પાસેથી શ્૧૯.૨૪ કરોડ પડાવી લેવાના ચકચારી કેસમાં સીબીઆઇની ઘોર બેદરકારી અને સમય મર્યાદામાં ચાર્જશીટ રજૂ ન થતા ઝડપાયેલા આરોપીને ડિફોલ્ટ જામીન મળ્યા છે ત્યારે ડિજિટલ એરેસ્ટના નામે થયેલી આ મહાઠગાઈ અને સર્ચ ઓપરેશનમાં મળેલા મહ¥વના પુરાવા છતાં તપાસ એજન્સીની ઢીલી નીતિ પર સવાલો ઊભા થયા છે.
ગાંધીનગરમાં રહેતાં ૭૫ વર્ષીય મહિલા ગાયનેકોલોજિસ્ટ તબીબને ગત ૧૫મી માર્ચે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. સાયબર ઠગોએ ઈડી, સુપ્રીમ કોર્ટ, ઝ્રમ્ૈં, ટ્રાઈ અને પોલીસના નામે ડરાવીને ‘તમારા મોબાઈલ નંબર પરથી અÂશ્લલ પોસ્ટ થઈ રહી છે’ તેમજ ‘આતંકવાદી કેસમાં તમારી ધરપકડ થશે’ તેવી ધમકી આપી હતી. તબીબના બેન્ક ખાતા, શેર, સોનું અને ફિક્સ્ડ ડિપોઝિટની માહિતી મેળવી તેમને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ત્રણ મહિનાના ગાળામાં ઠગોએ તબક્કાવાર બેન્ક ખાતાની રકમ ટ્રાન્સફર કરાવી, એફડી તોડાવી તેમજ બેન્ક લોકરના હીરાજડિત સોનાના દાગીના અને શેર સર્ટિફિકેટ વેચાવી કુલ શ્૧૯.૨૪ કરોડ પડાવ્યા હતા. ‘વેરિફિકેશન પૂર્ણ થયા બાદ રકમ પરત મળશે’ તેવી ખોટી ખાતરી આપી આ રકમ હડપ કરી લેવાઈ હતી. આ કેસમાં સીબીઆઇએ આરોપી મોહમ્મદ આસિફ મોહમ્મદ હાશિમની ૧૮ ઓક્ટોબરે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો હતો. કાયદાકીય નિયમ મુજબ,સીબીઆઇએ ૬૦ દિવસમાં આરોપી સામે ચાર્જશીટ રજૂ કરી નહોતી. જેના કારણે આરોપી મોહમ્મદ આસિફ મોહમ્મદ હાશિમે ડિફોલ્ટ જામીન મેળવવા અરજી કરી હતી. જેમાં રજૂઆત કરી હતી કે કાયદાકીય રીતે સીબીઆઇને ૬૦ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની હતી, પરંતુ તેમણે આ સમય વીતી ગયા છતા ચાર્જશીટ રજૂ કરી નથી. જેથી જામીન મેળવવાનો મારો અબાધિત અધિકાર છે, તેથી કોર્ટે જામીન મંજૂર કરવા જાઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે ચાર્જશીટ થઇ કે નથી થઇ તે અંગે તપાસ કરી હતી. જાકે, ચાર્જશીટ ન થઇ હોવાનું સામે આવ્યું હતું. જેથી અમદાવાદ સીબીઆઇ કોર્ટે આ અરજી મંજૂર કરી હતી.
તપાસ દરમિયાન સીબીઆઇએ આરોપીના ઘરે સર્ચ કરતાં મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ મોબાઈલ ફોનમાંથી જુદી જુદી બેન્કોના ખાતા નંબરો,આઇએફએસસી કોડ, યુઝરનેમ અને પાસવર્ડ મળ્યા હતા. આ ઉપરાંત બેન્ક ખાતા સાથે જાડાયેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના ઓટીપી અને એસએમએસ મેળવવા માટે એપીકે ફાઈલ એક્સેસ કરાઈ હોવાની મહ¥વની વિગતો પણ મળી હતી. આટલા નક્કર પુરાવા હાથ લાગ્યા હોવા છતાં સમયસર ચાર્જશીટ રજૂ ન થતા આરોપીને જામીન મળી ગયા છે.