દામનગર શહેરના ગાયત્રી મંદિર ખાતે આગામી તા. ૨૫-૧૧-૨૦૨૬, બુધવારના રોજ ૮૮મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સિનિયર સિટીઝન ટ્રસ્ટ દામનગર, ગાયત્રી મંદિર દામનગર અને ભૂરખીયા હનુમાનજી મંદિરના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાશે. કેમ્પનો સમય સવારે ૮ થી ૧૧ઃ૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં આંખને લગતી વિવિધ તકલીફો ધરાવતા દર્દીઓનું નિઃશુલ્ક નેત્ર નિદાન કરવામાં આવશે. જરૂરિયાતમંદ અને આંખની બીમારીથી પીડાતા દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ શકે તે માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. કેમ્પમાં નિદાન કરાવવા આવનાર તમામ દર્દીઓએ પોતાની સાથે આધારકાર્ડ અથવા અન્ય જરૂરી આધાર પુરાવા લઈને આવવાનું રહેશે. વધુમાં વધુ લોકો કેમ્પનો લાભ લઈ આંખોની તપાસ કરાવે તેવી આયોજકોએ અપીલ કરી છે.