નશાના સોદાગરો સામે સરકાર કડક હાથે કાર્યવાહી કરી રહી છે. નશામુક્ત અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. સરખેજમાં દાખલ થયેલા ગુનામાં આરોપી દંપત્તિ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જે હેઠળ સુનિતા રાઠોડ અને તેના પતિ દિપક રાઠોડનું મકાન ડિમોલીશ કરાયું છે. અત્રે જણાવવાનું કે આરોપી દંપત્તિએ સરખેજમાં કૈલાશ તળાવની સરકારી જમીન પર મકાન બાંધ્યું હતું.આ ઉપરાંત એનડીપીએસના આરોપી બાબુ છારા અને તેની પત્ની શાંતા છારાનું પણ ઘર તોડી પાડવામાં આવ્યું. અગાઉ આજ જગ્યા પર ૨૦૨૫માં ટીપી ૯૦ પર ડીમોલેશન કરી ૬ મકાન અને ૯ કોમર્શિયલ બાંધકામ એએમસીએ દૂર કર્યા હતાં, જ્યાં ફરી બાંધકામ કરી નાખવામાં આવતા અને નશાની પ્રવૃત્તિ શરૂ કરાતા પોલીસે દાખલો બેસાડવા ગેરકાયદે મકાન તોડ્યા.
અત્રે નોંધનીય છે કે આરોપી સુનિતા રાઠોડના કેસમાં ૨ કિલોથી વધુ ગાંજા અને ૫૩ લાખ રોકડ મળી આવ્યા હતા. હવે જ્યારે મકાન આરોપીના મકાન તોડાયા તે બાદ અન્ય ગેરકાયદે મકાન તોડવા એએમસીએ સર્વે કરી કામગીરી કરવા ખાતરી આપી. આ સાથે જ ડીસીપીએ નશામુક્ત અભિયાનમાં લોકોને જાડાવવા અને નશાથી દૂર રહેવા ખાસ અપીલ પણ કરી.
આ ઉપરાંત અમદાવાદના દાણીલીમડામાં ડ્રગ્સ સામે કાર્યવાહી જાવા મળી છે. સંતોષનગર ચાર માળિયામાં ક્રાઈમ બ્રાંચે રેડ પાડી. હમીદાબાનુ શેખ નામની મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઈ. ૪૫.૮૯૦ ગ્રામ એમડી ડ્રગ્સ કબજે જેની કિંમત રૂ.૧.૩૭ લાખ હોવાનું કહેવાય છે તે કબજે કરાયું. ૫૮૧ ગ્રામ મિક્સર પદાર્થ સહિત કુલ રૂ.૧.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ઘરેથી જ એમડી ડ્રગ્સનું વેચાણ કરતી હોવાની મહિલાએ કબૂલાત કરી છે. ડ્રગ્સ ક્યાંથી લાવતી હતી તે અંગે તપાસ શરૂ કરાઈ છે.બીજી બાજુ રાજકોટમાં એમડી ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો. એસઓજીએ વિવેક ઉર્ફે બારોટ દિનેશ સોનરાતને ઝડપી પાડ્યો. સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફ જતા ઝડપાયો. આરોપી પાસેથી ૧૦.૨૭ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. ડ્રગ્સ સાથે મોબાઈલ અને એકટીવા સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે કુલ ૬૫ હજાર ૮૧૦નો મુદ્દામાલ કબજે કર્યો.ડ્રગ્સ ક્યાંથી આવ્યું એ અંગે પોલીસ તપાસ શરૂ કરાઈ છે. આરોપી અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચુક્યો. એસઓજીની કાર્યવાહીથી ડ્રગ્સ નેટવર્કમાં ફફડાટ પેસ્યો છે. રાજકોટમાં ડ્રગ્સના કારોબાર સામે એસઓજીનું ઓપરેશન.


































