યુએસમાં તાજેતરની મધ્યસત્ર ચૂંટણીઓમાં રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, અને વિપક્ષી ડેમોક્રેટ્સે કોંગ્રેસના બંને ગૃહોમાં બહુમતી મેળવી હતી. નોંધનીય છે કે ડેમોક્રેટ્સે તાજેતરમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ૨૫૮ બેઠકો જીતી હતી, જે ત્રણ દાયકામાં તેમની સૌથી મોટી બહુમતી છે. આ હાર બાદ, ડોનાલ્ડ ટ્રમ્પ સતત ડેમોક્રેટિક પાર્ટી પર નિશાન સાધી રહ્યા છે. ટ્રમ્પે હવે આરોપ લગાવ્યો છે કે ડેમોક્રેટિક વિજય પછી ઈરાન વધુ આક્રમક બન્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને અત્યાર સુધીમાં ૮૧,૦૦૦ વિરોધીઓને મારી નાખ્યા છે. જાકે, ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે અમેરિકા આખરે જીતશે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “જેમ બધાને યાદ હશે, મેં ૩ નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણીઓ વિશે બે વાત કહી હતી. પ્રથમ, જા ડેમોક્રેટ્સ જીતશે, તો શેરબજાર ઘટશે, જે બરાબર થયું છે. અને બીજું, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન, જેણે અત્યાર સુધીમાં ૮૧,૦૦૦ વિરોધીઓને મારી નાખ્યા છે, તે તેના હુમલાઓમાં વધુ આક્રમક બનશે. અને બરાબર એ જ થયું છે. ગયા અઠવાડિયામાં, ઈરાને ગયા વર્ષ કરતાં વધુ ડ્રોન અને મિસાઈલ છોડ્યા છે. ચિંતા કરશો નહીં, તે બધાને તોડી પાડવામાં આવ્યા હતા, અને કોઈ નુકસાન થયું નથી.” તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઈરાને દાવો કર્યો હતો કે તેણે અમેરિકન એફ-૧૬ ફાઇટર જેટ પર મિસાઈલ છોડી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “ઈરાનના નેતાઓ ડેમોક્રેટ્સને નબળા, અસમર્થ અને વિનાશક માને છે. પરંતુ હું એવું નહીં થવા દઉં. ડેમોક્રેટ્સ અને ઈરાન બંનેએ શક્ય તેટલા લાંબા સમય સુધી તેલના ભાવ ઊંચા રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ ચૂંટણી પછી, તેલના ભાવ રેકોર્ડ નીચા સ્તરે આવી ગયા છે. કમનસીબે, મતદાતાઓ મતદાન કરતા પહેલા આ સમજી શક્યતા’ નહીં, પરંતુ આખી ચૂંટણી ખૂબ જ વિચિત્ર હતી. અંતે, અમેરિકા જીતશે. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.”






































