ભારત સરકારના કૃષિ મંત્રાલયના ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (દ્ભફદ્ભ), કોડીનાર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. તા. ૨૨ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર-૨૦૨૬ દરમિયાન કોડીનાર, તાલાળા, વેરાવળ, ગીરગઢડા, સુત્રાપાડા અને ઉના તાલુકાના ૨૮ ગામોમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં ૬૪૪ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દ્ભફદ્ભના વડા જિતેન્દ્રસિંહ અને નિષ્ણાતોની બે ટીમોએ ખેડૂતોને શિયાળુ પાકોની આધુનિક ખેતી, પ્રાકૃતિક કૃષિ, ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ, બાગાયતી મૂલ્યવર્ધન તથા જમીન-પાણીની ચકાસણી દ્વારા ખેતી ખર્ચ ઘટાડવા અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ સાથે યોજાયેલા આ અભિયાનમાં ખેતીવાડી, બાગાયત, આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ બોર્ડના અધિકારીઓ પણ સહભાગી બન્યા હતા.


































