ગુજરાત પોલીસ દળમાં જાડાઈને સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ-૩ની લોકરક્ષક કેડર અને ટેકનીકલ સંવર્ગની જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. લોકરક્ષક કેડરની કુલ ૨,૮૪૧ જગ્યાઓ ઉપરાંત ટેકનીકલ સંવર્ગની ૧૬૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આમ, આપેલી જગ્યાઓના આંકડા મુજબ કુલ ૩,૦૦૧ જગ્યાઓ માટે ભરતી થશે.
લોકરક્ષક કેડરમાં ત્રણ પ્રકારની જગ્યાઓ ભરવામાં આવશે. તેમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૧,૦૦૦, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૧,૦૦૦ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફની ૮૪૧ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ત્રણેય સંવર્ગ મળીને કુલ ૨,૮૪૧ જગ્યાઓ થાય છે.
લોકરક્ષક કેડર ઉપરાંત ટેકનીકલ સંવર્ગમાં પણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેમાં હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-૨)ની ૧૩૩ અને મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર (ગ્રેડ-૨)ની ૨૭ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ બંને સંવર્ગમાં કુલ ૧૬૦ જગ્યાઓ ભરવામાં આવશે. લાયકાત શું હોવી જાઈએ? લોકરક્ષક કેડરની જગ્યાઓ માટે ઉમેદવાર ધોરણ ૧૨ પાસ હોવો જરૂરી છે અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જાઈએ. ટેકનીકલ સંવર્ગની જગ્યાઓ માટે પણ ધોરણ ૧૨ પાસ અથવા સમકક્ષ લાયકાત જરૂરી છે. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક અને મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝરની જગ્યાઓ માટે મોટર મિકેનિક વાહન ટ્રેડમાં સંબંધિત પ્રમાણપત્ર તથા એપ્રેન્ટીસશિપની લાયકાત પણ જરૂરી રહેશે. ઉમેદવારોએ આ અંગેની વિગતવાર શરતો સત્તાવાર જાહેરાતમાં તપાસવાની રહેશે.
ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ૨૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૨ વાગ્યાથી શરૂ થશે. ઉમેદવારો ૧૬ ડિસેમ્બર, ૨૦૨૬ના રાત્રે ૧૧ઃ૫૯ વાગ્યા સુધી અરજી કરી શકશે.અરજી વેબસાઇટ પર સ્વીકારવામાં આવશે.
લોકરક્ષક કેડર, હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક અને મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ તેનું કન્ફર્મેશન કરાવવાનું રહેશે. ભરતી બોર્ડ દ્વારા માગવામાં આવે ત્યારે અરજીની વિગતો રજૂ કરવાની રહેશે. ભરતી સંબંધિત વિગતવાર જાહેરાત ૨૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજૅવેબસાઇટ પર મૂકવામાં આવશે. ઉમેદવારો ભરતીની લાયકાત, વયમર્યાદા, શારીરિક કસોટી, પરીક્ષા પદ્ધતિ, ફી અને અન્ય નિયમોની સંપૂર્ણ માહિતી વાંચીને જ અરજી કરે તે જરૂરી છે. વધુ માહિતી માટે ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ અને સત્તાવાર વેબસાઇટ પરની સૂચનાઓ જાઈ શકશે.