અમરેલી ખાતે મહિલા તળપદા કોળી સેવા સમાજ દ્વારા આગામી તારીખ ૬ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ અમરેલી જિલ્લા તળપદા કોળી સમાજની દીકરીઓ માટે વિનામૂલ્યે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહિલા તળપદા કોળી સેવા સમાજ, અમરેલીના પ્રમુખ આરતીબેન આર. ગોહીલની યાદી મુજબ, આ સમૂહ લગ્નમાં ભાગ લેવા માંગતા પરિવારોએ સંપર્ક કરવાનો રહેશે. જેના માટે પ્રમુખ આરતીબેન ગોહીલ (મો. ૯૪૦૯૩ ૧૩૬૪૪ / ૯૩૭૪૭ ૩૪૮૨૦), પરશોતમભાઈ એન. મકવાણા (મો. ૯૪૨૮૭ ૯૮૬૪૭), ભીખુભાઈ પી. મકવાણા (મો. ૯૯૯૮૫ ૧૪૨૯૫), રમેશભાઈ આર. ડાભી (મો. ૯૧૦૪૪ ૧૯૬૪૧) અને ભાવેશભાઈ જી. વાઘેલા (મો. ૯૭૩૭૮ ૮૩૧૭૮) નો સંપર્ક કરવાનો રહેશે.