“જેલર ૨” ની જબરદસ્ત સફળતા વચ્ચે, સુપરસ્ટાર રજનીકાંત પોતાના પરિવાર સાથે વેકેશન માણી રહ્યા છે. તેમની નાની પુત્રી અને નિર્માતા સૌંદર્યા રજનીકાંતે ગ્રીસમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવતા તેમના કેટલાક ફોટા શેર કર્યા. તેણીએ લખ્યું, “એથેન્સમાં આપણે કેટલી અદ્ભુત યાદો બનાવી છે.” પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર સુપરસ્ટાર રજનીકાંતને ગ્રીસના એથેન્સમાં ફરતા જાઈ શકાય છે. નિર્માતાએ લખ્યું, “એથેન્સમાં આપણે કેટલી અદ્ભુત યાદો બનાવી છે. આ સુંદર કૌટુંબિક સફરની દરેક ક્ષણનો આનંદ માણી રહ્યા છીએ.”
રજનીકાંત અને તેમનો આખો પરિવાર તેમના સંબંધી અને પ્રખ્યાત ભારતીય સંગીત નિર્દેશક અનિરુદ્ધ રવિચંદરના લગ્નમાં હાજરી આપવા માટે ગ્રીસમાં છે. અનિરુદ્ધ રવિચંદરે કાવ્યા મારન સાથે લગ્ન કર્યા છે. કાવ્યા મારન સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારનની પુત્રી અને આઇપીએલ ફ્રેન્ચાઇઝ સનરાઇઝર્સ હૈદરાબાદના માલિક છે. આ લગ્ન આ વર્ષે ૧૧ નવેમ્બરના રોજ એક ભવ્ય સમારોહમાં થયા હતા. તાજેતરમાં, અનિરુદ્ધ અને કાવ્યાના લગ્નમાંથી રજનીકાંતનો એક ડાન્સ વીડિયો સામે આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો.
ગ્રીસમાં બે દિવસીય લગ્નમાં અસંખ્ય સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી, જેના કારણે તે ધ્યાનનું કેન્દ્ર બન્યું હતું. તમિલ ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંત, તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારન પણ હાજર હતા. કલાનિધિ મારનના પ્રોડક્શન હાઉસ, સન પિક્ચર્સે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભવ્ય લગ્નની કેટલીક ખાસ ક્ષણો શેર કરી હતી. પ્રોડક્શન હાઉસે આ કપલને અભિનંદન આપતા લખ્યું હતું કે, “કાવ્યા અને અનિરુદ્ધને તેમના લગ્ન માટે ખૂબ ખૂબ અભિનંદન! કાવ્યા અને અનિરુદ્ધ.”
સંગીત દિગ્દર્શકના લગ્નના સમાચાર સૌપ્રથમ તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ આપવામાં આવી હતી. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, “ઠ” પર એક પોસ્ટમાં, તેમણે જાહેરાત કરી હતી કે સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારન અને તેમની પત્ની, કાવેરી મારન, તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી સાથે તેમના જ્યુબિલી હિલ્સ નિવાસસ્થાને મળ્યા હતા. તેમણે મુખ્યમંત્રીને તેમની પુત્રી કાવ્યા મારનના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું, જે ૨૧ નવેમ્બરે ચેન્નાઈમાં યોજાવાનું છે. રિલીઝના ૩૪ દિવસ પછી, ફિલ્મે વિશ્વભરમાં કુલ ૮૩૫.૩૧ કરોડની કમાણી કરી છે. ભારતમાં, ફિલ્મે ૫૫૫.૩૧ કરોડની કમાણી કરી છે, જ્યારે વિદેશમાં ૨૮૦ કરોડની કમાણી કરી છે.














































