ગીર સોમનાથના કોડીનાર સ્થિત મૂળદ્વારકા બીચ ખાતે ગુજરાતમાં સૌપ્રથમવાર ૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતો (SGFI) અંતર્ગત પાંચ દિવસીય રાજ્યકક્ષાની બીચ વોલીબોલ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર જે.એન. વાઘેલા અને પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકી દ્વારા ખુલ્લી મુકાયેલી આ ટુર્નામેન્ટ રમતગમત વિભાગ, સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર તથા નવજીવન વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ૧ થી ૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહી છે. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી અંડર-૧૪, ૧૭ અને ૧૯ વયજૂથની કુલ ૭૧ ટીમોના ૭૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, રમતગમત અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.









































