અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની નેશનલ રોલ પ્લે અને ફોક ડાન્સ સ્પર્ધામાં નાના માચિયાળાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ બંને વિભાગમાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.
સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આ સિદ્ધિ મેળવી હતી. આ સફળતામાં માર્ગદર્શક અંકિતાબેન, ટીમ મેનેજર દક્ષાબેન, શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓની મહેનતનું મહત્વનું યોગદાન રહ્યું હતું. જિલ્લા શિક્ષણ વિભાગે શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. હવે શાળાની ટીમ ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.









































