દિવાળીના તહેવારો દરમિયાન આગ, અકસ્માત અને કાયદો-વ્યવસ્થાની કટોકટી સામે ત્વરિત કાર્યવાહી સુનિશ્ચિત કરવા અમદાવાદ ફાયર વિભાગ, ૧૦૮ ઇમરજન્સી સેવા અને શહેર પોલીસે સંયુક્ત એકશન પ્લાન અમલી બનાવ્યો છે. તહેવારો દરમિયાન ફટાકડા અને ભીડભાડને કારણે ઇમરજન્સી કોલ્સમાં સંભવિત વધારાને પહોંચી વળવા તમામ વિભાગોના સ્ટાફની રજાઓ મોકૂફ રાખી ૨૪ કલાક સઘન મોનિટરિંગ શરૂ કરાયું છે. શહેરના ગીચ રહેણાક અને ફટાકડા બજારોમાં હંગામી પોઇન્ટ્સ ઊભા કરી રિસ્પોન્સ ટાઇમ ઘટાડવા ખાસ કવાયત હાથ ધરાઈ છે.
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા તમામ ૧૮ ફાયર સ્ટેશનોને ઍલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. કાલુપુર, રિલિફ રોડ, લાલદરવાજા અને બાપુનગર જેવા સાંકડી શેરીઓ ધરાવતા કોમર્શિયલ વિસ્તારોમાં મોટા ફાયર ટેન્ડર પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે વોટર મિસ્ટ ટેક્નોલોજીવાળી બાઇક અને Âક્વક રિસ્પોન્સ વ્હીકલ ગોઠવવામાં આવ્યા છે. એસ.જી. હાઇવે, સિંધુભવન અને એસ.પી. રિંગ રોડ પર આવેલા મોટા ફટાકડા સ્ટોલ્સ પાસે વોટર બ્રાઉઝર્સ તહેનાત રખાયા છે.નકશા જુઓ
દિવાળીના દિવસોમાં ટ્રાફિક અકસ્માત અને દાઝવાના કેસોમાં ૧૫થી ૨૦ ટકાનો ઉછાળો આવતો હોવાથી ૧૦૮ ઇમરજન્સી સેવાની તમામ એમ્બ્યુલન્સમાં પેઇન મેનેજમેન્ટ દવાઓ, ઓÂક્સજન સિલિન્ડર્સ અને બર્ન ડ્રેસિંગ કિટ્સનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે. અસારવા સિવિલ, સોલા સિવિલ, એલ.જી. અને શારદાબેન હોÂસ્પટલના બર્ન્સ વોર્ડ અને ટ્રોમા સેન્ટર સાથે ડાયરેક્ટ હોટલાઇન સંપર્ક જાળવવામાં આવ્યો છે, જેથી ઇજાગ્રસ્ત દર્દીને હોÂસ્પટલ પહોંચતા જ વિલંબ વગર સીધી સારવાર શરૂ થઈ શકે. પોલીસ કમિશનરની સૂચના મુજબ શહેરના સંવેદનશીલ વિસ્તારો, રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેન્ડ અને શોપિંગ મોલ્સ ખાતે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ વધારાયું છે.









































