લાઠીના કેરાળા ગામનો પાકા કામનો કેદી જામીન પર છુટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. આ અંગે રાજકોટ મધ્યસ્થ જેલના જેલર ગ્રુપ નંબર-૨ના એસ જી સોલંકીએ લાઠીના કેરાળા ગામના પાકા કામના કેદી ધીરજલાલ મોહનદાસ દેવમુરારી સામે નોંધાવેલી ફરિયાદ, આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી ૨૯-૦૯-૨૦૨૬ થી ૦૭-૧૦-૨૦૨૬ સુધી ૭ દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરાયો હતો. જામીન પુરા થયા બાદ જેલમાં હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી પી ડોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.