શરદ પૂર્ણિમા અવસરે સાવરકુંડલા શહેરના જેસર રોડ પર બાયપાસ રોડ પાસે આવેલા વીડી ફાર્મનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ લગ્ન તથા વિવિધ સામાજિક અને શુભ પ્રસંગો માટેના ભવ્ય પાર્ટી પ્લોટનો શુભારંભ થયો છે. સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડી.કે. પટેલ, ધર્મેશ વિરાણી અને વી.ડી. પટેલના નેતૃત્વમાં આયોજિત આ ઉદ્ઘાટન પ્રસંગે સંતો, સામાજિક-રાજકીય અગ્રણીઓ, સ્વજનો, મિત્રો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વીડી ફાર્મ ખાતે હવે લગ્ન સહિતના વિવિધ સામાજિક અને પારિવારિક પ્રસંગો માટે ભવ્ય પાર્ટી પ્લોટની સુવિધા ઉપલબ્ધ થશે. ઉદ્ધાટન પ્રસંગે પૂજ્ય હરિસ્વરૂપસ્વામી, પૂજ્ય વિષ્ણુસ્વામી, પૂજ્ય વિપુલ ભગત, પૂજ્ય લવજીબાપુ (ખોડલધામ, નેસડી), પૂજ્ય નારાયણદાસ સાહેબ (કબીર ટેકરી), સુરતના અગ્રણી ઉદ્યોગપતિ કિશોરભાઈ કાબરીયા, કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી અશોકભાઈ ખુમાણ, એડવોકેટ ઉમેદભાઈ ખાચર, પત્રકારો, પ્રિન્સિપાલ ડા. શૈલેશભાઈ રવિયા, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા તેમજ ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ સહિત ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.