અમદાવાદમાં ગરબાના આયોજકોની બેદરકારીને કારણે ખેલૈયાઓમાં નારાજગીની વધુ એક બાબત સામે આવી છે. ૧૫ હજારના મોઘા પાસ લીધા પછી પણ ખેલૈયાઓને અવ્યવસ્થાનો સામનો કરવો પડતા હોબાળો મચ્યો હતો. ૧૫ હજારનો પાસ ખરીદ્યા છતાં પાણી પણ નહીં મળતા નારાજગી જાવા મળી હતી.પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમદાવાદ શહેર નજીક લપકામણમાં ‘સફેદ પરિંદે’ ગરબાનું આયોજન કરાયુ હતું. જેમાં ખેલૈયાઓ દ્વારા ૧૫૦૦૦ના મોઘા પાસની ખરીદી કરવામાં આવી હતી. આયોજકો દ્વારા અનલિમિટેડ ફૂડની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ગરબા શરૂ થયાના બે કલાકમાં ખાણી-પીણી અને પીવાનું પાણી ખૂટી પડતાં ખેલૈયાએ હોબાળો મચાવ્યો હતો. આયોજકો અને કેટરિંગવાળા નાસી જતા અકળાયેલા લોકોએ જાતે જ પિત્ઝા અને કોફી બનાવી પેટપુજા કરી હતી.
અમદાવાદ નજીક લપકામણમાં સફેદ પરિંદે ગરબાનું ૧૬ અને ૧૭ ઓક્ટોબર એમ બે દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. આયોજકો દ્વારા આ ગરબાના પાસ મહિના અગાઉથી વહેચીવામાં આવ્યા હતા. ૧૫ હજારના પાસમાં અનલિમિટેડ ફૂડ અને અન્ય સુવિધા પણ રાખવામાં આવી હતી. ગરબા રાત્રે ૯ વાગ્યે શરૂ થયા અને ૧૧ વાગ્યા સુધીમાં તો અનલિમિટેડ ફૂડ પૂરું થઈ ગયું હતું. ૧૧ વાગ્યા બાદ જે લોકો જમવા આવ્યા તેમને જમવાનું ન મળતા હોબાળો કર્યો હતો.
ગરબા શરૂ થયા બાદ બે કલાકમાં ફૂડ અને પાણીને લઇ હોબાળો શરૂ થયો હતો એટલુ જ નહી ગરબામાં આયોજનનો અભાવ જાવા મળતા અવ્યવસ્થા સર્જાઇ હતી. મેનગેટથી ગરબામાં પ્રવશ બંધ કરી દેવાતા પાસ હોવા છતાં લોકો અંદર નહી જઇ શકતા હોબાળો શરૂ થયો હતો.આ અંગે પોલીસને જાણ થતા પહોચી હતી અને લોકોને પ્રવેશ શરૂ કરાવ્યો હતો. નારાજ ખેલૈયાઓએ રોષ વ્યક્ત કર્યો અને કહી રહ્યા હતા પાસ આપતા સમયે ફૂડ અને પાણી સુવિધા ફ્રીમાં મળશે એવી વાતો કરતા હતા, પરંતુ અંદર ગયા પછી ખબર પડી કે આ માત્ર માતો હતી એટલુ જ નહી ખેલૈયાઓ માટે પીવાના પાણીની પણ પુરતી વ્યવસ્થા ન હતી અને વાહન પા‹કગ માટે પણ જગ્યા ન હતી







































