નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે શાળાકીય અંડર-૧૯ ભાઇઓની રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ગજેરા કેમ્પસ – વિધાસભા, અમરેલીની DLSS હેન્ડબોલ ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ છે પ્રાપ્ત કર્યો છે. આ સ્પર્ધામાં ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઇનલ સુધીનો સફર સફળ બનાવીને સુવર્ણ પદક મેળવી અમરેલીનું રાજ્ય કક્ષાએ ગૌરવ વધાર્યું છે. ખેલાડીઓમાં બારૈયા રાહુલ ચકાભાઈ, વેગડ અરુણ ગોવિંદભાઈ, સોરઠિયા દ્રુનિલ મેહુલભાઈ, ધાપા સાવન ભરતભાઈ , ગોહિલ પાર્થ વિક્રમભાઈ, ગોહિલ માંડીપ ધર્મેન્દ્રસિંહ, બલધિયા રાહુલ બાબુભાઈ, સોલંકી વિજય ભરતભાઈ, બાંભરોલિયા નૈતિક જગદીશભાઈ, બારૈયા વિશાલ ભોલાભાઈ, કાકડિયા વંશ દિપકભાઈ, ધીલા રાજવીર ઘનશ્યામભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા અને મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ અભિનંદન પાઠવ્યા હતા.