વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ધોરાજી શાખા દ્વારા એસ.ટી. ડેપો ખાતે કર્મચારીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માનસિક તણાવની અસરો સમજાવી મોબાઇલ વ્યસન અને અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન અપાયું હતું. માતા-પિતા બાળકોની સરખામણી ન કરે અને સહાનુભૂતિ રાખે તેવો સંદેશ આપ્યો હતો. ડેપો મેનેજર પી.એલ. ડાંગર સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.