વન્યજીવ સપ્તાહ નિમિત્તે જામવાળા રેન્જના છારા રાઉન્ડ, પ્રકૃતિ નેચર ક્લબ કોડીનાર અને અંબુજા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અંબુજા નિકેતન સ્કૂલ ખાતે ગ્રીન ટર્ટલ (દરિયાઈ કાચબા) સંરક્ષણ અને જાગૃતિ અંગે વિશેષ સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે જામવાળા ACFપ્રભાકર તેમજ વન વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓને પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં દરિયાઈ કાચબાઓના જીવનચક્ર, ઇકોસિસ્ટમમાં તેમના મહત્વ, દરિયાકિનારે સ્વચ્છતા રાખવા, પ્લાસ્ટિક કચરો ન ફેલાવવા તથા તેમના માળાઓનું રક્ષણ કરવા બાબતે વિગતવાર સમજ આપવામાં આવી હતી. વક્તાઓએ વન્યજીવ રક્ષણને સમગ્ર સમાજની સહિયારી જવાબદારી ગણાવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા વધે તે હેતુથી કાચબા વિષયક ચિત્ર સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં ભાગ લેનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.