વેરાવળ તાલુકાના સોનારિયા ગામે સાંસદ રાજેશભાઈ ચૂડાસમાના અધ્યક્ષસ્થાને ‘સેવા સેતુ ૨.૦’ કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોને ઘરઆંગણે સરકારી યોજનાઓના લાભો મળી રહે તે માટે યોજાયેલા આ કાર્યક્રમમાં લાભાર્થીઓને પ્રમાણપત્રો અને મંજૂરી હુકમોનું વિતરણ કરાયું હતું. સ્થળ પર જ અરજીઓનો નિકાલ કરાતાં ગ્રામજનોએ રાહત અનુભવી હતી.






































