વેરાવળમાં ભાજપ શહેર અને ગ્રામ્ય મંડળ દ્વારા સેવા સંકલ્પ અભિયાન હેઠળ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. ડાભોર રોડ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા કેમ્પમાં ૧૭થી વધુ નિષ્ણાત તબીબોએ હૃદય, આંખ, ચામડી, હાડકા સહિત વિવિધ રોગોની તપાસ કરી હતી. દર્દીઓને નિઃશુલ્ક તપાસ સાથે સાત દિવસની દવા આપવામાં આવી હતી. જરૂરી ટેસ્ટમાં ૫૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ પણ અપાયું હતું. રાજ્યસભા સાંસદ માનસિંહ પરમાર તથા જુનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.



































