અમરેલી ખાતે ૭૦મી અખિલ ભારતીય શાળાકીય (SGFI) રાજ્યકક્ષાની કબડ્ડી બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તા.૧૪ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન લીલીયા રોડ પર લાલાવદર સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પર્ધા યોજાશે. અંડર-૧૪ની સ્પર્ધા ૧૫ અને ૧૬ ઓક્ટોબર, અંડર-૧૭ ની ૧૭ અને ૧૮ ઓક્ટોબર તથા અંડર-૧૯ની ૧૯ અને ૨૦ ઓક્ટોબરે યોજાશે. રાજ્યના વિવિધ જિલ્લાની ટીમો ભાગ લેશે. ટીમોની એન્ટ્રી ૧૨ ઓક્ટોબર સુધી મોકલવાની રહેશે. ખેલાડીઓ માટે ક્રિષ્ના હોસ્ટેલ ખાતે રહેવાની વ્યવસ્થા કરાઈ છે. ટીમ સાથે મહિલા કોચ અથવા મેનેજર રાખવા ફરજીયાત રહેશે. સ્પર્ધા માટે જરૂરી દસ્તાવેજો સાથે લાવવાના રહેશે.