બાબરા નગરપાલિકા વિસ્તારમાં બગડેલા રસ્તાઓ અને ઉભરાતા ગટરના ગંદા પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાના વહીવટ સામે શહેરના વિવિધ જાહેર સ્થળો અને મુખ્ય માર્ગો પર બેનરો લગાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાબરા શહેર પ્રમુખ મિહિરભાઈ તેરૈયાની આગેવાની હેઠળ યોજાયો હતો. જેમાં લાઠી વિધાનસભાના સંગઠન મંત્રી રાજુભાઈ ખાતરોજા, કૌશિકભાઈ ભરાડ, ડાયાભાઈ કારેટિયા, મહેબૂબભાઈ મતૈર, હનીફભાઈ સૈયદ તેમજ STI જે.ડી. કથીરીયા ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે નાગરિકો બગડેલા રોડ અને ખુલ્લી ગટરોથી પરેશાન છે. પાલિકા દ્વારા તાત્કાલિક યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ કરવામાં આવશે.







































