રોહિત શેટ્ટીના સૌથી લોકપ્રિય સ્ટંટ-આધારિત રિયાલિટી શો, ‘ખતરોં કે ખિલાડી’ એ ઘણી સીઝનમાં રોમાંચક કાર્યો અને પડકારજનક સ્ટંટ સાથે દર્શકોનું અપેક્ષાઓ કરતાં વધુ મનોરંજન કર્યું છે. સીઝન ૧ થી સીઝન ૧૪ સુધી, ઘણી સેલિબ્રિટીઓએ મુશ્કેલ પડકારોને સફળતાપૂર્વક પૂર્ણ કરીને અને પોતાની શક્તિ, હિંમત અને નિશ્ચય સાબિત કરીને વિજય મેળવ્યો છે. હવે, દર્શકો ‘ખતરોં કે ખિલાડી ૧૫’ ના વિજેતાની રાહ જાઈ રહ્યા છે.
૨૦૦૮ માં શરૂ થયેલી ખતરોં કે ખિલાડી, નેત્રા રઘુરામન દ્વારા તેના પ્રથમ વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. મોડેલ અને અભિનેત્રી નેત્રા રઘુરામન હવે ગ્લેમરની દુનિયાથી દૂર છે. ખતરોં કે ખિલાડી ૨ ની વિજેતા અનુષ્કા મનચંદાએ ખ્યાતિ અને કીર્તિ મેળવ્યા પછી ગ્લેમરની દુનિયાથી દૂર થઈ ગઈ. બંને સીઝન બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. શબ્બીર આહલુવાલિયા ખતરોં કે ખિલાડી સીઝન ૩ ના વિજેતા હતા. લોકપ્રિય અભિનેત્રી આરતી છાબરિયાએ ખતરોં કે ખિલાડીની ચોથી સિઝન જીતી હતી. અભિનેતા રજનીશ દુગ્ગલ સ્ટંટ રિયાલિટી શોની પાંચમી સિઝનના વિજેતા હતા.આશિષ ચૌધરી ખતરોં કે ખિલાડી સીઝન ૬ નો વિજેતા હતો. રોહિત શેટ્ટીએ આ સીઝનને હોસ્ટ પણ કર્યું હતું. લોકપ્રિય અભિનેત્રી આરતી છાબરિયાએ ખતરોં કે ખિલાડીની ચોથી સિઝન જીતી હતી. અભિનેતા રજનીશ દુગ્ગલ સ્ટંટ રિયાલિટી શોની પાંચમી સીઝનના વિજેતા હતા. રોહિત શેટ્ટીએ ખતરોં કે ખિલાડીને તેની પાંચમી સીઝનથી હોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું, જે તેમની પહેલી સીઝન હતી. આશિષ ચૌધરી ખતરોં કે ખિલાડી સીઝન ૬ ના વિજેતા હતા. રોહિત શેટ્ટીએ આ સીઝનને પણ હોસ્ટ કરી હતી.
સિદ્ધાર્થ શુક્લા ફક્ત બિગ બોસ જ નહીં, પણ ખતરોં કે ખિલાડી સીઝન ૭ પણ જીત્યા હતા. જાકે, સિદ્ધાર્થનું અવસાન થયું છે. પ્રખ્યાત નૃત્યાંગના શાંતનુ મહેશ્વરી સ્ટંટ-આધારિત રિયાલિટી શોની ૮મી સીઝનના વિજેતા હતા. હિના ખાન પ્રથમ રનર-અપ હતી. પ્રખ્યાત નૃત્યાંગના અને કોરિયોગ્રાફર પુનિત પાઠકે સીઝન ૯ જીતી હતી.
પ્રસિદ્ધ ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના ‘ખતરોં કે ખિલાડી ૧૦’ ની વિજેતા હતી. શોની ૧૧મી સીઝનના વિજેતા અર્જુન બિજલાની હતા, જેમણે તાજેતરમાં રાઇઝ એન્ડ ફોલની પ્રથમ સીઝન જીતી હતી. શોના ટોચના ૫ સ્પર્ધકોમાં અર્જુન બિજલાની, શ્વેતા તિવારી, વરુણ સૂદ, દિવ્યાંકા ત્રિપાઠી અને વિશાલ આદિત્ય સિંહ હતા.
‘ખતરોં કે ખિલાડી ૧૦’ ની વિજેતા પ્રખ્યાત ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના હતી.
શોની ૧૧મી સીઝનના વિજેતા અર્જુન બિજલાની હતા, જેમણે તાજેતરમાં રાઇઝ એન્ડ ફોલની પ્રથમ સીઝન જીતી હતી. શોના ટોચના ૫ સ્પર્ધકોમાં અર્જુન બિજલાની, શ્વેતા તિવારી, વરુણ સૂદ, દિવ્યાંકા ત્રિપાઠી અને વિશાલ આદિત્ય સિંહ હતા. કોરિયોગ્રાફર તુષાર કાલિયાએ ‘ખતરોં કે ખિલાડી ૧૨’નો ખિતાબ જીત્યો. ટ્રોફી ઉપરાંત, તેમને ૨૦ લાખનું રોકડ ઇનામ અને એક નવી કાર મળી. ચંદીગઢના રહેવાસી તુષાર કાલિયા ઘણા વર્ષોથી કોરિયોગ્રાફર તરીકે ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તુષારને કરણ જાહરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’થી પહેલો બ્રેક મળ્યો.ડીનો જેમ્સ રોહિત શેટ્ટીની “ખતરો કે ખિલાડી ૧૩” નો વિજેતા હતો. અરિજિત અને ડીનો આખરે ટાઇટલ માટે સ્પર્ધામાં હતા. અભિનેતા કરણવીર મહેરા “ખતરો કે ખિલાડી ૧૪” ના વિજેતા હતા. રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરાયેલા આ શોના ફિનાલેમાં “જીગરા” ના કલાકારો – આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના – પણ દેખાયા હતા.










































