સાવરકુંડલાના ભુવા ગામે સ્મશાન પાસેથી એક યુવક દેશી જામગરી બંદૂક સાથે ઝડપાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, ઇબ્રાહિમ ઉર્ફે ડિગલો સલીમભાઈ લાડક (ઉં.વ.૨૦) ભુવા ગામના સ્મશાન પાસેથી વાડીઓ તરફ જવાના રસ્તેથી હથિયાર પરવાના (લાયસન્સ) વગર હાથ બનાવટની દેશી જામગરી બંદૂક (અગ્નિશસ્ત્ર) સાથે પકડાઈ ગયો હતો. કબ્જે કરવામાં આવેલા હથિયારની કિંમત રૂ. ૧,૦૦૦ જાહેર કરવામાં આવી હતી.









































