લીલીયા મોટા રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે ફાટક નં. ૪૨ પર રોડ ઓવરબ્રિજની કામગીરીને કારણે તમામ વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.
આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.જાહેરનામા મુજબ, ફાટક નં. ૪૨ પરથી પસાર થતા નાના વાહનોએ ફાટક નં. ૪૧ પરથી પસાર થવાનું રહેશે.
અમરેલી તરફથી ગારીયાધાર અને સાવરકુંડલા જતા ભારે વાહનોએ લીલીયા મોટા, વાઘણીયા અને નાના લીલીયા ચોકડી થઈ સાવરકુંડલા-ગારીયાધાર રોડ પરથી પસાર થવાનું રહેશે. જ્યારે ગારીયાધાર અને સાવરકુંડલા તરફથી અમરેલી જતા ભારે વાહનોએ નાના લીલીયા ચોકડી, વાઘણીયા અને લીલીયા મોટા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
આ જાહેરનામું તા. ૯ માર્ચ, ૨૦૨૭ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સામ કડક કાર્યવાહી કરવામાં આવશે.





































