મોટાદડવા અને હમીરપુરા ગામમાં ઝલઝીલરણી અગિયારસ નિમિત્તે ભગવાન ઠાકોરજીને નવા નીરના જળથી સ્નાન કરાવવાની પરંપરા જાળવાઈ હતી. રામજી મંદિરેથી ઠાકોરજીને ગામની શેરીઓમાં સંગીતના સૂર સાથે લઈ જવાયા હતા. ચારણ નદીના કાંઠે આચમન કરાવી સુંદર વસ્ત્રો અને અલંકારથી શણગાર્યા બાદ સ્નાન કરાવવામાં આવ્યું હતું. મોટાદડવા ખાતે તબલાવાદક રાજુભાઈ પાડલિયાએ ૪૦ વર્ષથી નિસ્વાર્થ સેવા આપતા જૂની પરંપરા મુજબ પ્રાચીન ઢાળનાં ગીતો રજૂ કર્યા હતા. મંજિરા, ઝાંઝ અને પખવાજ સાથે ભક્તોએ કાલાવાલા કર્યા હતા. રામજી મંદિરના પૂજારી જેન્તીમહારાજ તથા હમીરપુરાના મનુમહારાજે ધાર્મિક વિધિ કરાવી હતી. ઠાકોરજીની નગરયાત્રા દરમિયાન ભાવિકોએ ઘરે પધરામણી કરાવી ભાવપૂર્વક ભોજન ધરાવ્યું હતું.






































