એશિયન ગેમ્સ (નાગોયા, જાપાન) જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સોફ્‌ટ ટેનિસમાં ભારતને મળેલું બ્રોન્ઝ મેડલ ભારતીય ખેલાડીઓની ક્ષમતા, અથાક મહેનત અને વૈશ્વિક સ્તરે દેશની વધતી રમતગમતની ઓળખનું પ્રતીક છે તેમ ભારતીય સોફ્‌ટ ટેનિસ મહાસંઘના અધ્યક્ષ મહેશ કસવાલાએ જણાવ્યું હતું.
તેમણે આ સિધ્ધિને સમગ્ર રાષ્ટ્રને સમર્પિત ગણાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રમતગમત પ્રત્યેની પ્રતિબધ્ધતા અને કેન્દ્ર સરકારના સહયોગથી દેશની રમતપ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય મંચ પર આગળ વધવાની નવી તકો મળી રહી હોવાનું તેમણે જણાવ્યું હતુ. મહેશ કસવાલાએ જય મીના સહિત તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સિધ્ધિથી ભારતમાં સોફ્‌ટ ટેનિસને નવી ઓળખ મળશે અને ભવિષ્યમાં ભારતીય ખેલાડીઓ દેશનો તિરંગો વધુ ગૌરવ સાથે લહેરાવશે.