વીજપડી ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં તાળા તોડી ચોરીની ઘટના સામે આવી હતી. તસ્કરોએ મંદિરમાંથી ચાંદીનું છત્ર, દાગીના તેમજ દાનપેટીમાં રાખેલા રોકડા રૂપિયા ચોરી લીધા હતા. વહેલી સવારે ચોરીની જાણ થતાં સાવરકુંડલા રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ બાદ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.






































