ધારી-તુલસીશ્યામ રોડ પર આવેલા જીરા ગામ નજીક વળાંકમાં અર્ટિકા કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલકને ગંભીર ઈજા પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ અર્ટિકા કાર અને બાઈક બંને ધારી તાલુકાના કરમદડીની હતી જેમાં બાઈકચાલક કરમદડી ગામના કુકાભાઈ મંગાભાઈ પાટડીયા (ઉ.વ.૪૪)નું અમરેલી સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતા ધારી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.






































