ઉના શહેરથી આશરે ૫ કિમી દૂર તપોવન આશ્રમ તરફ જતા બાયપાસ રોડ પર રાત્રિના સમયે સિંહ જોવા મળતાં વાહનચાલકોમાં આશ્ચર્ય સાથે સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો. રસ્તાની બાજુમાં બેઠેલો સિંહ અચાનક ઊભો થઈ વાહનોની અવરજવર વચ્ચે રસ્તા પર લટાર મારવા લાગ્યો હતો. સિંહને રસ્તા પર ચાલતો જોઈ વાહનચાલકોએ પોતાના વાહનો રોકી દીધા હતા. ઉના અને આસપાસનો વિસ્તાર ગીરના સિંહોના વસવાટ માટે જાણીતો છે. જંગલ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો, ખેતરો અને માર્ગોની આસપાસ પણ અવારનવાર સિંહોની અવરજવર જોવા મળે છે. શહેર નજીક સિંહ દેખાતા વન્યજીવ સુરક્ષા અને માર્ગ સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.