લાઠીના ટોડા ગામે જરખીયા ગામ જવાની ચોકડીએ રોડ ઉપર બે મોટર સાયકલ વચ્ચે ટક્કર થઈ હતી. આ અંગે ઇમ્તીયાઝઅલી યાકુબઅલી સૈયદ (ઉ.વ.૩૫)એ અજાણ્યા મોટર સાઇકલ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓ પોતાનું હવાલાવાળી મોટર સાઇકલ રજી નં.GJ-૦૧-ML-૮૪૩૬ લઇને લાઠીથી અમરેલી તરફ જતા હોય ત્યારે ટોડા ગામે જરખીયા ચોકડી પાસે પહોચતા દુધાળા ગામ તરફ જવાના રસ્તા બાજુથી એક અજાણ્યા મોટર સાયકલ ચાલકે ભટકાવી હતી. જેમાં તેમને ડાબા ખભાના ભાગે ફેકચરની ઇજા થઈ હતી. તેમજ મોટર સાયકલ પાછળ બેઠેલા સાહેદને માથાના ભાગે હેમરેજની તથા અન્ય શરીરે નાની મોટી ઇજા થઈ હતી.






































