જાફરાબાદના સરકેશ્વર બીચ પર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન પીપાવાવ દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં કોસ્ટ ગાર્ડ સહિત વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મરીન પોલીસ, સ્ટેટ પોલીસ, સિન્ટેક્સ અને અલ્ટ્રાટેક જેવી સંસ્થાઓના સ્વયંસેવકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્વયંસેવકોએ દરિયાકાંઠે ફેલાયેલો કચરો એકત્ર કરી બીચને સ્વચ્છ બનાવ્યો હતો. આ અભિયાન દ્વારા દરિયાઈ પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણના જતન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો. સ્વચ્છ દરિયાકાંઠો, સ્વચ્છ સમુદ્ર અને ટકાઉ ભવિષ્યનો સંદેશ આપવા માટે આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.









































