બાબરાના ખીજડીયા (રાદડીયા) ગામના એક પ્રૌઢને ટક્કર મારી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.આ અંગે જગુભાઈ નાજભાઈ દેથળીયા (ઉ.વ.૫૭)એ ટ્રક નંબર GJ-૧૦-TV-૭૫૫૪ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પિતા મોટરસાયકલ લઈને ખીજડીયા ગામથી ભડલી ગામ જઈ રહ્યા હતા. તે સમયે બાબરા-અમરેલી રોડ પર તાપડીયા આશ્રમ પાસે પહોંચતાં ટ્રકચાલકે પાછળથી ટક્કર મારી હતી, જેમાં તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને ટ્રકચાલક વાહન સાથે નાસી છૂટ્યો હતો.બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શિવાભાઈ કે. મકવાણા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.