બાર કાઉન્સિલ ઓફ ગુજરાત)ની ચૂંટણીના મહિનાઓ બાદ આજે અંતે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં પી.ડી. પટેલની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે, જ્યારે નિમિષા ધોત્રે (પટેલ)ને વાઇસ ચેરમેન તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે.
આ વરણી સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા વકીલની વાઇસ ચેરમેન પદે પસંદગી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત સામાન્ય સભા દરમિયાન અનિરુદ્ધસિંહ ઝાલાની એસ્ઝીક્યુતીવ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે બાર કાઉન્સિલની વિવિધ કારોબારી પ્રવૃત્તિઓનું સંચાલન સંભાળશે.
બીજી તરફ,બીસીજીના પૂર્વ ચેરમેન અને પીઢ ધરાસાહી જે.જે. પટેલની રાષ્ટ્રિય સ્તરની કાનૂની સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના મેમ્બર તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેમની આ નિમણૂકથી દેશની સર્વોચ્ચ કાનૂની સંસ્થામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનશે અને વકીલોના હિત સંબંધિત મુદ્દાઓ પર તેમની ભૂમિકા મહત્વની રહેશે.
હોદ્દેદારોની વરણી સાથે જ બીસીજીના નવા નેતૃત્વ દ્વારા ચર્ચાસ્પદ અરનેશ કુમાર જજમેન્ટના પોલીસ દ્વારા થતા અર્થઘટન અંગેનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જજમેન્ટમાં સાત વર્ષ સુધીની સજા પાત્ર ગુનાઓમાં ધરપકડ અંગે ચોક્કસ પ્રક્રિયા અને કારણો દર્શાવવાની સ્પષ્ટ દિશા અપાઈ હતી. ૨૦૨૬માં સુપ્રીમ કોર્ટના એક નિર્ણયમાં પણ આ પ્રક્રિયા અંગે ચર્ચા થઈ હોઈ, બીસીજી દ્વારા ખાસ કરીને ‘પોલીસ’ શબ્દના કાયદાકીય અર્થઘટન અને પ્રક્રિયા અંગે સ્પષ્ટતા મેળવવા સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે.
આ સાથે દેશભરના વકીલોની સુરક્ષા માટે સેન્ટ્રલ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની પણ જારદાર માગ કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા અગાઉ સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ માટે ડ્રાફ્ટ તૈયાર હોવાનો ઉલ્લેખ કરાયો હતો, જેને ટાંકીને મ્ઝ્રય્ પોતાની રજૂઆત મજબૂત બનાવશે. અંતમાં,બીસીજીના નવા હોદ્દેદારોએ વકીલોના કલ્યાણ અને હિતમાં ગુજરાત સરકાર યોગ્ય અને સાનુકૂળ નિર્ણય લે તેવી ખાસ અપીલ કરી છે.









































