મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવી તેનો લાભ લેવા અને દેશ-રાજ્યના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા આહવાન કર્યું હતું. ક્વિઝ સ્પર્ધા અને હેકાથોન જેવા કાર્યક્રમોમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જાડાય તેવી અપીલ પણ તેમણે કરી હતી.
વિદ્યાર્થી જીવનને યાદ કરતાં મુખ્યમંત્રીએ હળવા અંદાજમાં કહ્યું હતું કે, “વિદ્યાર્થી જીવન મજાનું જીવન છે. ન ઘરની ચિંતા કે ન બહારની ચિંતા.” પોતાના વિદ્યાર્થીકાળનો પ્રસંગ યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમના સમયમાં ફિલ્મ જાવા જવાનું એક અલગ જ આયોજન રહેતું. અમદાવાદ કરતાં પહેલાં નડિયાદમાં ફિલ્મો આવતી હોવાથી ઘરે બહાનું કાઢીને ફિલ્મ જાવા જતા અને કોલેજના સમય પ્રમાણે નડિયાદથી પરત પણ આવી જતા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થાય તે માટે વિવિધ આયોજન કરી રહી છે. ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈને વિજેતા બનનારા વિદ્યાર્થીઓને મળતી રકમથી તેમના વાર્ષિક ખર્ચમાં પણ મદદ મળી શકે છે. તેથી વિદ્યાર્થીઓએ આવી Âક્વઝ સ્પર્ધાઓમાં માત્ર સ્પર્ધા તરીકે નહીં પરંતુ જ્ઞાન અને તક તરીકે ભાગ લેવો જાઈએ. અગાઉની બે ક્વિઝ કેટલાક વિદ્યાર્થીઓએ ભાગ લીધો ન હોવાનું જણાવી તેમણે આગામી Âક્વઝમાં તમામ વિદ્યાર્થીઓને જાડાવા અપીલ કરી હતી.
સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે જરૂરી હોવાનું જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર વારંવાર વિવિધ યોજનાઓની માહિતી આપે છે, તેમ છતાં કેટલાક લોકો તેનો લાભ લેતા નથી. તેમણે આયુષ્માન કાર્ડનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, વ્યÂક્તએ સમયસર કાર્ડ કઢાવ્યું ન હોય અને અચાનક બીમારીમાં બે લાખ રૂપિયાનો ખર્ચ આવે તો પરિવાર ચિંતામાં મુકાઈ જાય છે. સરકારની યોજનાનો લાભ ન લેવાને કારણે બાદમાં દેવું ચૂકવવાની Âસ્થતિ ઊભી થાય છે. વિદ્યાર્થીઓએ પોતાના પરિવાર અને આસપાસના લોકોને પણ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવી જાઈએ.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૭ ઓક્ટોબરથી ‘સેવા સંકલ્પ અભિયાન’ શરૂ કરવામાં આવશે, જે એક મહિના સુધી ચાલશે. વિદ્યાર્થીઓને આ અભિયાનમાં વિવિધ રીતે જાડાવા તેમણે અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું કે, માત્ર અમદાવાદ કે મોટા શહેરોનો વિકાસ પૂરતો નથી, પરંતુ સમગ્ર રાજ્યનો સમતોલ વિકાસ જરૂરી છે. શહેરોની સાથે ગામડાઓ પણ વિકસિત બને તે માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. દેશમાંથી ૨૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે વિકાસના લાભને વધુ લોકો સુધી પહોંચાડવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
હેકાથોન અંગે તેમણે વિદ્યાર્થીઓને રાજ્ય સામેના વિવિધ પડકારો અને મુશ્કેલીઓના ટેક્નોલોજી આધારિત ઉકેલો શોધવા પ્રોત્સાહિત કર્યા હતા. ૨૦૪૭ના વિકસિત ભારતનો લાભ આજના વિદ્યાર્થીઓને મળવાનો છે, તેમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, “આ વિકાસયાત્રામાં આપણા સૌની ભૂમિકા મહત્વની છે.”