નાઇજીરીયાના ઓન્ડો રાજ્યમાં સ્થાનિક પીણું પીધા બાદ ઓછામાં ઓછા ૪૮ લોકોના મોત થયા છે. ૧૦૦ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓન્ડો પોલીસ પ્રવક્તા અબાયોમી જીમોહે જણાવ્યું હતું કે આ ઘટનાના સંદર્ભમાં ધરપકડ કરાયેલા ૧૫ લોકોમાંથી એક પીણાનો ઉત્પાદક હતો.
તેમણે કહ્યું કે પીણામાં મિથેનોલ હોવાની શંકા છે, અને શંકાસ્પદ વ્યક્તિ હાલમાં પોલીસને તપાસમાં મદદ કરી રહ્યો છે. રાજ્ય આરોગ્ય કમિશનર બાંજી અજાકાએ જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં ઓન્ડોના ઓડિગ્બો અને ઇરેલે વિસ્તારોમાં આ પીણું પીધા પછી ૧૦૦ થી વધુ લોકો બીમાર પડ્યા છે.
ઓન્ડો રાજ્ય આરોગ્ય કમિશનર બાંજી અજાકાએ જણાવ્યું હતું કે ઓડિગ્બો અને ઇરેલે સ્થાનિક સરકારી વિસ્તારોમાં આ કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે કુલ ૧૮૨ લોકોને અસર થઈ છે.
તેમણે કહ્યું, “આ બધું ખૂબ જ ઝડપથી થયું. પીવાની માત્રાના આધારે, કિડની નિષ્ફળ જશે, આંખો કામ કરવાનું બંધ કરી દેશે અને મગજને નુકસાન થશે.” તેમણે ઉમેર્યું હતું કે પ્રવાહી પીધા પછી બીમાર પડેલા કેટલાક લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ઓન્ડો રાજ્ય પોલીસ પ્રવક્તા અબાયોમી જીમોહે જણાવ્યું હતું કે આ ઘટનાના સંદર્ભમાં ધરપકડ કરાયેલા ૧૫ લોકોમાંથી એક “મિથેનોલ-લેસ્ડ ડ્રિંક્સ” બનાવતો હતો અને હાલમાં પોલીસને તપાસમાં મદદ કરી રહ્યો છે.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, પ્રથમ મૃત્યુ લગભગ બે અઠવાડિયા પહેલા નોંધાયું હતું. આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં, ખાસ કરીને નાઇજીરીયાના ગ્રામીણ વિસ્તારોમાં, સ્થાનિક રીતે ઉત્પાદિત દારૂનો વપરાશ સામાન્ય છે, જ્યાં સ્થાનિક રીતે ઉત્પાદિત દારૂ વધુ સસ્તું છે.
દેશની નેશનલ એજન્સી ફોર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એન્ડ કંટ્રોલ હાલમાં સેચેટ્‌સ અને નાના પ્લાÂસ્ટક કન્ટેનરમાં દારૂ પર દેશવ્યાપી પ્રતિબંધ લાગુ કરી રહી છે, જે તે કહે છે કે બાળકો અને યુવાનો માટે સરળતાથી સુલભ છે.