અમરેલીના દેવભૂમિ દેવળિયા ગામે એક મહિલાને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.
આ અંગે ગીતાબેન જીતેન્દ્રભાઈ દાફડા (ઉ.વ.૪૦)એ નરેશભાઈ નથુભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદીને પોતાના રહેણાંક મકાનની ઓસરીમાં દળણું કરવું હતું. આરોપી ત્યાં સૂતા હોવાથી તેમને ઊભા થવાનું કહેતાં સારું લાગ્યું નહોતું. આથી આરોપીએ ગુસ્સે થઈ ફરિયાદી તથા સાક્ષીઓને શરીરે ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. જે. ગોંડલિયા વધુ તપાસ કરી રહ્યા છે.