અમરેલી જિલ્લામાં પોલીસ પ્રોહિબિશન સામે કડક કાર્યવાહી કરી રહી છે. ખાંભાના ભાડ ગામેથી હાલ સુરત રહેતો એક યુવક નશાયુક્ત હાલતમાં પકડાયો હતો, જેની પાસેથી દારૂની એક બોટલ પણ મળી આવી હતી. રાજુલાના ચાંચ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બે બોટલ તથા પાંચ લીટર દેશી દારૂ પકડાયો હતો. આ ઉપરાંત, જિલ્લામાં ૪૬ લોકો પાસેથી ગેરકાયદેસર દેશી દારૂ મળી આવ્યો હતો. સાવરકુંડલામાં બે મહિલાઓ પાસેથી દેશી દારૂ બનાવવાનો ૩૩ લીટર આથો ઝડપાયો હતો, જ્યારે અમરેલીના ચિતલ ગામે બે સ્થળેથી ૩૨૦ લીટર આથો મળ્યો હતો.
આમ, જિલ્લામાં કુલ ચાર શખસો પાસેથી ૩૫૩ લીટર આથો ઝડપાયો હતો.