ઉના-ગીરગઢડા સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં બેફામ રીતે ચાલી રહેલા દારૂના ગેરકાયદેસર વેચાણ તથા ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં ઉના-ગીરગઢડા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસે સરકાર અને તંત્રની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કરી ગેરકાયદેસર દારૂના વેચાણ પર તાત્કાલિક રોક લગાવવા અને લઠ્ઠાકાંડ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ રાજ્યના
ગૃહમંત્રીએ જવાબદારી સ્વીકારી પદ પરથી રાજીનામું આપવાની માંગ કરવામાં આવી હતી.





































